Saturday, June 11, 2016

Acidity, Hyperacidity, Acid Reflux (GERD) પિત્ત પ્રકોપ, ખટાશ, અમ્લતા, તેજાબિતા Alkalosis (આલ્કલોસિસ)



 ૧. ધાણાનુ પાણી- પોણો કપ પાણીમા એક ચમચી અધકચરા ધાણા રાતના પલાળી સવારમાં ચોળી, ગાળી - નરણે કોઠે તે પાણી પી જવુ. (૧૫ દિવસ)

૨. કાચી દુધીનો રસ - દુધીને છોલ્યા વગર ટુકડા કરી તેનો એક ગ્લાસ રસ સવારમાં નરણા કોઠે પીવો (૧૫ દિવસ)

૩. કોળાનો રસ - એક કપ કોળાના રસમાં એક ચમચી સાકર નાખી સવારમાં પીવો

૪. બિલીપત્રનો રસ સારીરીતે ગાળી ૧ કપ પીવો . (ર કે ૩ દિવસ)

૫. ઘરમાં ખાતા હોઈએ તેવા ચોખાના ૧૫ થી ૨૦ દાણા સવારે નરણા કોઠે પાણીના એકાદ બે ઘૂંટડા સાથે ગળી જવા (૨૧ દિવસ)

6. બંને સમય જમ્યા પછી ૧ લવિંગ ચૂસવાથી એસીડીટી થતી નથી.

No comments:

Post a Comment